સ. ૮ બીમારીના અદબ તેમજ બિમારપુરસીના અદબ વર્ણન કરો.

જ. જ્યારે પણ તમને શરીરના કોઈ ભાગમાં તકલીફ થાય તો ત્યાં પોતાનો જમણો હાથ મુકો, ત્રણ વખત બિસ્મિલ્લાહ પઢો અને સાત વખત આ દુઆ પઢો,

أعوذ بعزة الله وقدرته من شر ما أجد وأحاذر

અર્થ : હે અલ્લાહ ! હું તારી કુદરતના શરણમાં આવું છું, તે દરેક તકલીફ થી જે મને પહોંચી છે અથવા જે પહોંચવાની છે.

૨. જે કઈ અલ્લાહ તઆલાએ તમારા ભાગ્યમાં લખ્યું છે, તેના પર ખુશ થાઓ અને સબર કરો

૩. પોતાના બીમાર ભાઈની ખબર અંતર માટે ઉતાવળ કરો, તેના માટે દુઆ કરો અને લાંબો સમય તેની પાસે ન બેસો.

૪. મારી શક્તિ પ્રમાણે તેના પર સુન્નતથી સાબિત દમ કરવો જોઈએ

૫. દુઆ અને સબરની વસિયત કરવી, તેમજ પોતાની શક્તિ પ્રમાણે નમાઝ અને પાકી સફાઈની વસિયત કરવી જોઈએ

૬. બીમાર માટે સાત વખત આ દુઆ પઢવી જોઈએ:

أسأل الله العظيم رب العرش العظيم أن يشفيك»