સ. ૨ હદીષ પૂર્ણ કરો (بينما نحن جلوس عند رسول الله ﷺ ...)، અને હદીષથી મળતા ફાયદા વર્ણન કરો?

60/1 - ઉમર બિન ખત્તાબ રિવાયત કરે છે કે એક દિવસે અમે આપﷺ પાસે બેઠા હતા, કે અચાનક એક વ્યક્તિ અમારી પાસે આવી પહોંચ્યો, તેના કપડાં એકદમ સફેદ હતા, અને વાળ સખત કાળા, તેના (ચહેરા)પર સફરની નિશાનીઓ ન હતી અને અમારા માંથી કોઈ તેને ઓળખતું ન હતું, અહીં સુધી કે તે આપ ﷺ પાસે બેસી ગયો, તેણે પોતાના ઘૂંટણ આપﷺના ઘૂંટણ સાથે ભેગા કરી દીધા અને પોતાના હથેળીઓને પોતાની સાથળ ઉપર મૂકી દીધી,(અર્થાત અત્યંત વિનમ્રતાથી બેસી ગયો) અને કહ્યું કે હે મુહમ્મદﷺ ! મને ઇસ્લામ વિશે જણાવો આપﷺ એ કહ્યું, ઇસ્લામ એ છે કે તમે આ વાતની સાક્ષી આપો કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને મુહમ્મદﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ પઢતા રહો, ઝકાત આપતા રહો, રમઝાન માસના રોઝા રાખો અને જો તમને હજ માટેના સફરની શક્તિ હોય તો બૈતુલ્લાહની હજ કરો, તેણે કહ્યું કે તમે સાચું કહ્યું, અમને તેની આ વાત પર આશ્ચર્ય થયુ કે તે તેમને સવાલ પણ કરે છે અને જવાબની પુષ્ટિ પણ પોતે જ કરે છે, તેણે (ફરીથી) કહ્યું, મને ઈમાન વિશે જણાવો. આપﷺએ કહ્યું, ઈમાન એ છે કે તમે અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, તેની (અવતરિત) કિતાબો પર, તેના રસૂલો પર, આખિરતના દિવસ પર અને સારી અને ખરાબ તકદીર પર ઈમાન રાખો, તેણે ફરીથી કહ્યું કે તમે સાચું કહ્યું, પછી તેણે (ત્રીજો) સવાલ કર્યો, મને એહસાન વિશે જણાવો. આપﷺએ જવાબ આપ્યો કે એહસાન એ છે કે તમે અલ્લાહની એ રીતે ઇબાદત કરો જાણે કે તમે તેને જોઈ રહ્યા છો, જો તમે તેને નથી જોઇ રહ્યા તો તે તમને જોઇ જ રહ્યો છે, તેણે કહ્યું કે મને કયામત વિશે જણાવો. (કે તે ક્યારે આવશે), આપ ﷺ એ જણાવ્યું કે આ વિશે જેને સવાલ કરવામાં આવ્યો છે તે આ સવાલ કરવાવાળા કરતા વધારે નથી જાણતો (અર્થાત હું આ વિશે નથી જાણતો), તેણે કહ્યું, (સારું) કયામતની મોટી મોટી નિશાનીઓનું વર્ણન કરો, આપﷺએ કહ્યું કે દાસી પોતાના માલિકને જન્મ આપશે અને એ કે તમે એવા લોકોને જોશો જેમના શરીર પર કપડાં, પગમાં ચપ્પલ અને ખાવા માટે ખોરાક નહિ હોય, (પરંતુ આવા ફકીરો પાસે એટલો માલ આવી જશે કે તેઓ) મકાન બનાવવામાં એકબીજા ઉપર ગર્વ કરશે, પછી તે (સવાલ કરનાર) ચાલ્યો ગયો, (હદીષ રિવાયત કરનાર સહાબી-ઉમર કહે છે કે) હું ઘણી વાર સુધી (આપﷺ પાસે) ઊભો રહ્યો, આપ ﷺ એ મને પૂછ્યું, ઉમર! જાણો છો આ સવાલ કરનાર કોણ હતો? ઉમર રઝી.એ કહ્યું કે અલ્લાહ અને તેનો રસૂલ જ વધારે જાણે છે, કહ્યું કે આ જિબ્રઇલ હતા, જેઓ તમને દીન શીખવાડવા માટે આવ્યા હતા. (મુસ્લિમ) આ હદીષ મુસ્લિમમાં છે.

હદીષથી મળતા ફાયદા :

૧. ઇસ્લામના પાંચ રૂકનનું વર્ણન: અને તે આ પ્રમાણે છે.

ગવાહી આપવી કે અલાલાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે.

નમાઝ કાયમ કરવી

ઝકાત આપવી

રોઝા રાખવા

બૈતે હરામનો હજ કરવો

૨. ઈમાનનાં અરકાન વર્ણન કરવામાં આવ્યા છે અને તે આ પ્રમાણે છે.

અલ્લાહ પર ઈમાન

ફરિશ્તા પર ઈમાન

કિતાબો પર ઈમાન

રસૂલો પર ઈમાન

આખિરતનાં દિવસ પર ઈમાન

સારી અને ખરાબ તકદીર પર ઈમાન

૩. એહસાનનું વર્ણન : તે એક જ રુકન છે, એ કે તું અલ્લાહની ઈબાદત એવી રીતે કર કે જાણે કે તું તેને જોઈ રહ્યો છે અને જો તું તે ન જોઈ શકે તો તે તો તને જોઈ રહ્યો છે.

૪. કયામત કાયમ થવાનો સમય જે અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી.

ચોથી હદીષ :