સ. ૭ સૂરે હુમઝહ પઢો અને તેની તફસીર વર્ણન કરો?

જ : સૂરે હુમઝહ અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

وَيْلٌ لِكُلِّ هُمَزَةٍ لُمَزَة1

૧) દરેક મેણા-ટોણા મારનાર તેમજ નિંદા કરનાર માટે વિનાશ છે. الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ 2

૨) જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું. يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ 3

૩) તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે. كَلَّا لَيُنْبَذَنَّ فِي الْحُطَمَةِ 4

૪) કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે. وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ 5

૫) અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે ? نَارُ اللَّهِ الْمُوقَدَةُ 6

૬) અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે. الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ 7

૭) જે હૃદયો પર ચઢતી જશે. إِنَّهَا عَلَيْهِمْ مُؤْصَدَةٌ 8

૮) તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે. فِي عَمَدٍ مُمَدَّدَةٍ 9

૯) મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે) સૂરે હુમઝહ : ૧-

તફસીર :

وَيْلٌ لِكُلِّ هُمَزَةٍ لُمَزَةٍ વિનાશ અને ખૂબ જ સખત અઝાબની ચેતવણી તે દરેક વ્યક્તિ માટે જે લોકોની ગીબત કરતો હોય અને લોકોને મહેણાં ટોણાં મારતો હોય.

الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ જે વ્યક્તિને રૂપિયા ભેગા કરવાની ચિંતા હોય તેને બીજી કોઈ ચિંતા નથી હોતી.

يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ તે અનુમાન કરે છે કે જે માલ તેણે ભેગો કરીને રાખ્યો છે તે તેને મૌતથી બચાવી લેશે, અને તે હંમેશા માટે દુનિયામાં બાકી રહી જશે.

كَلَّا لَيُنْبَذَنَّ فِي الْحُطَمَةِ આવું નથી જેવું કે આ જાહિલ લોકો અનુમાન લગાવી રહ્યા છે, તે લોકોને એવી જહન્નમની આગમાં નાખવામાં આવશે, જે તેની ભયાનકતાનાં કારણે જેને પણ તેમાં નાખવામાં આવશે તેને ભષ્મ કરી દેશે અને તોડી નાખશે.

وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ અને તમે નથી જાણતા હે પયગંબર ! કે તે આગ કેવી હશે, જે કંઈ તેમાં નાખવામાં આવશે તેની દશા શું થશે?

نَارُ اللَّهِ الْمُوقَدَةُ તે અલ્લાહની તૈયાર કરેલી આગ છે,

الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ જે લોકોના શરીર થી લઈ તેમના દિલ સુધી પહોચી જશે.

إِنَّهَا عَلَيْهِمْ مُؤْصَدَةٌ જેને અઝાબ આપવામાં આવશે તેમના માટે તે બંધ કરી દેવામાં આવશે.

فِي عَمَدٍ مُمَدَّدَةٍ લાંબા સમય સુધી, જેથી તે લોકો બહાર ન આવી શકે.