સ.૧૦ સૂરે માઉન પઢો અને તેની તફસીર કરો?

જ. સૂરે માઉન અને તેની તફસીર

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ 1

૧) શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે ? فَذَلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ 2

૨) તે તો છે, જે અનાથને ધક્કા મારે છે, وَلَا يَحُضُّ عَلَى طَعَامِ الْمِسْكِينِ 3

૩) અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો. فَوَيْلٌ لِلْمُصَلِّينَ 4

૪) પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે. الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ 5

૫) જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે. الَّذِينَ هُمْ يُرَاءُونَ 6

૬) જેઓ દેખાડો કરે છે, وَيَمْنَعُونَ الْمَاعُونَ 7﴾

૭) અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે. સૂરે માઉન ૧-

તફસીર :

أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ શું તમે જાણો છો તે વ્યક્તિને જે બદલાનો દિવસ એટલે કે કયામતને જુઠલાવે છે?

فَذَلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ : તે જ વ્યક્તિ, જે અનાથને તેની જરૂરતના સમયે સખ્તી સાથે આપે છે.

وَلَا يَحُضُّ عَلَى طَعَامِ الْمِسْكِينِ : અને તે પોતાને ખર્ચ કરવા બાબતે ઉભારતો નથી તેમજ લાચારોને ખાવાનું ખવડાવવા બાબતે પણ પ્રોત્સાહન નથી આપતો.

فَوَيْلٌ لِلْمُصَلِّينَ : તેના માટે વિનાશ છે અને એવા નમાઝીઓ માટે અઝાબ છે.

الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ : જેઓ પોતાની નમાઝને કોઈ પરવા નથી, તેઓને નમાઝના સમયનો ખ્યાલ નથી રહેતો અહી સુધી કે તે સમય પસાર થઇ જાય છે.

الَّذِينَ هُمْ يُرَاءُونَ : તમે તેમને જોશો કે તેમની નમાઝોમાં તેમજ અન્ય દરેક અમલમાં તેમાં અલ્લાહ માટે ઇખ્લાસ નજર નહી આવે.

وَيَمْنَعُونَ الْمَاعُونَ : બીજાને તે વસ્તુની મદદ કરવાથી રોકે છે, જે વસ્તુની મદદ કરવાથી કઈ નુકસાન નથી થતું.