જ: ત્રણ વખત કાંડા સુધી હાથ ધોવા.
ત્રણ વખત કોગળા કરવા, નાકમાં પાણી ચઢાવી તેને સારી રીતે સાફ કરવું.
કોગળા : મોઢામાં પાણી નાખવું, કોગળા કરી તેને બહાર કાઢવું.
નાકમાં પાણી ચઢાવું : જમણી બાજુથી નાકમાં પાણી ખેચવું
અને ડાબી બાજુથી શ્વાસ લીધા પછી પાણી પાછું બહાર કાઢવુ,
પછી ત્રણ વખત ચેહરો ધોવો
પછી ત્રણ વખત કોળી સુધી હાથ ધોવા
પછી માથાના મસહ કરવો, એવી રીતે કે કપાળના ભાગેથી શરૂ કરી પાછળ સુધી લઇ જવું અને પછી કાનનો મસહ કરવ.
પછી ઘૂંટી સુધી ત્રણ વખત પગ ધોવ.
આ સંપૂર્ણ વઝુ થઇ ગયું, અને આ રીત આપ ﷺ થી બુખારી અને મુસ્લિમમાં વર્ણન મળે છે, હદીષ રિવાયત કરનાર ઉષ્માન અને અબ્દુલ્લાહ બિન ઝેદ વગેરે સહાબાઓ છે. અને બુખારીની હદીષમાં આ શબ્દોનો પણ વધારો છે કે આપે વુઝુ કરતી વખતે અંગોને એક એક વખત ધોયા, અને બે બે વખત પણ ધોવાનું વર્ણન મળે છે, અર્થાત : વુઝુ કરતી વખતે એક એક વખત અથવા બે બે વખત પણ અંગોને ધોવું સાબિત છે,