સ. ૩૭ સિયામ (રોઝાની)વ્યાખ્યા જણાવો ?

જ. નિયત કરી ફજરની નમાઝથી લઈ સૂર્યાસ્ત સુધી ખાવા પીવાથી અલ્લાહ માટે રૂકી જવું, આ ઈબાદતને સિયામ કહે છે, તેના બે પ્રકાર છે.

વાજિબ સિયામ : જેવું કે રમઝાનના ફર્ઝ રોઝા, અને આ ઇસ્લામના પિલર માંથી એક છે.

અલ્લાહ તઆલા કહે છે. હે ઇમાનવાળાઓ ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ. સૂરે બકરહ : ૧૮૩

અને એવા રોઝા જે વાજિબ નથી, ઉદાહરણ તરીકે અઠવાડિયામાં સોમવાર અને ગુરુવારનો રોઝો, દર મહિને અય્યામે બીઝ અર્થાત ઇસ્લામિક કેલેન્ડરની (૧૩,૧૪,૧૫) તારીખનાં ત્રણ રોઝા.