સ : ૨૫ એક મુસલમાન નમાઝ કઈ રીતે પઢશે?

જ. નમાઝ પઢવાની સંપૂર્ણ રીત :

૧. સંપૂર્ણ શરીરને કીબ્લા તરફ કરવું, આમ તેમ ફર્યા વગર.

૨. જે નમાઝ પઢી રહ્યા હોય તેની નિયત દિલમાં કરવી, નિયત જબાન વડે ન કરવી જોઈએ

૩. પછી પ્રથમ તકબીર જેને તકબીરે તહરિમા કહે છે, અલ્લાહુ અકબર કહેવું જોઈએ, અને પોતાના હાથ ખભા સુધી ઉંચા ઉઠાવવા જોઈએ.

૪. પછી જમણા હાથની હથેળીને ડાબા હાથની હથેળી પર છાતી પર મુકવા

૫. પછી દુઆએ ઇસ્તિફતાહ પઢવી જોઈએ. «હે અલ્લાહ ! તું મારા અને મારા ગુનાહો વચ્ચે એટલું અંતર કરી દે જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ ! મને ગુનાહોથી એવી રીતે પાક કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરાથી ધોઈ નાખ».

અથવા તો આ દુઆ પણ પઢી શકાય છે: «હે અલ્લાહ તું પાક છે અને દરેક પ્રકારના વખાણ ફક્ત તારા જ માટે છે, તારું નામ બરકતવાળું છે અને તું બુઝુર્ગ અને ઉંચ્ચ છે, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી»

૬. પછી તઅવવુઝ્ પઢવું જોઈએ. અઉઝુબિલ્લાહિ મિનશ્શયતાનિર્ રજીમ ૭. પછી બિસ્મિલ્લાહ પઢી સૂરે ફાતિહા પઢવી જોઈએ. (શરૂ કરું છું અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને મહેરબાન છે. ૧ દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે. ૨ (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). ૩ બદલાના દિવસ (કયામત) નો માલિક છે. ૪ અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ. ૫ અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ. ૬ તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે. ૭) [સૂરે અલ્ ફાતિહા: ૧-૭].

ત્યારપછી (આમીન) કહેવું અર્થાત્: હે અલ્લાહ તું કબૂલ કર.

૮. પછી કુરઆન મજીદ માંથી જે કઈ યાદ હોય તેની કિરાત કરવી, અને ફજરની નમાઝમાં કિરાત લાંબી કરવી.

૯. પછી રૂકુઅમાં જવું : અર્થાત પોતાની પીઠ અલ્લાહની મહાનતા સામે ઝુકાવી દેવી, અને રૂકુઅમાં અલ્લાહની મહાનતાનું વર્ણન કરવું, અને પછી ખભા સુધી હાથ ઉઠાવી રફઉલ્ યદેન કરવું.

અને સુન્નત તરીકો : પોતાની પીઠ સીધી રાખવી, અને તેના બરાબર માથું હોવું જોઈએ, અને પોતાના બન્ને હાથ પોતાના ઘૂંટણ પર હોવા જોઈએ, અને આંગળીઓ અલગ હોવી જોઈએ.

૧૦. અને રૂકુઅમાં આ દુઆ ત્રણ વખત પઢવી જોઈએ : سبحان ربي العظيم અને જો હજુ વધુ પઢવાની ઈચ્છા હોય તો سبحانك اللهم وبحمدك، اللهم اغفر لي» પઢવું જોઈએ. અને એ સારી વાત છે.

૧૧. અને પછી આ દુઆ પઢતા રૂકુઅ માંથી માથું ઉઠાવવું જોઈએ, سمع الله لمن حمده અને ખભા સુધી હાથ ઉઠાવી રફઉલ્ યદેન કરવું જોઈએ, અને ઈમામની પાછળ ઉભેલા નમાઝીઓ سمع الله لمن حمده નહિ કહે પરંતુ તેના જવાબમાં તેઓ ربنا ولك الحمد કહેશે.

૧૨. પછી રૂકુઅ માંથી માથું ઉઠાવીને આ દુઆ પણ પઢવી જોઈએ.

ربنا ولك الحمد، ملء السماوات والأرض، وملء ما شئت من شيء بعد».

૧૩. પછી અલ્લાહુ અકબર કહી પહેલો સિજદો કરવો જોઈએ, અને સિજદો શરીરના સાત અંગો પર થવો જોઈએ, કપાળ, નાક, બન્ની હથેળીઓ, બન્ને ઘૂંટણ, પગનાં બન્ની પંજા, અને પોતાના બગલાના ભાગને બાજુઓથી અળગા રાખવા જોઈએ, અને પોતાના હાથ ઝ્મીના પપર ફેલાયેલા ન રાખવા જોઈએ, અમે પોતાની આગળીઓ કિબ્લા તરફ હોવી જોઈએ.

૧૪. અને સિજદામાં ત્રણ વખત આ દુઆ પઢવી જોઈએ, سبحان ربي الأعلى

જો હજુ વધુ પઢવાની ઈચ્છા હોય તો سبحانك اللهم وبحمدك، اللهم اغفر لي» પઢવું જોઈએ. અને એ સારી વાત છે.

૧૫. પછી અલ્લાહુ અકબર કહી સિજદાથી માથું ઉઠાવવું જોઈએ.

૧૬. પછી ડાબા પગ ઉપર બન્ને સિજદાની વચ્ચે બેસવું જોઈએ અને જમણા પગને ઉભા રાખાવ જોઈએ, અને જમણો હાથ પોતાની ડાબી ઘૂંટણ તરફ રાન પર મુકવા જોઈએ, અને છેલ્લી અને વચ્ચેની આગળીઓને ફેલાવી દેવી જોઈએ, અને શહાદતની આગળીથી દુઆનાં સમયે હરકત કરવી જોઈએ, અને વચ્ચેની આગળી તેમજ અગુઠાં વડે ગોરા સર્કલ બનાવી લેવું જોઈએ, અને ડાબો હાથને અને આગળીઓને ફેલાવી પોતાની ડાબી ઘૂંટણ તરફ રાન પર મુકવા જોઈએ,

૧૭. અને બન્ને સિજદાની વચ્ચે આ દુઆ પઢવી જોઈએ, «رب اغفر لي، وارحمني، واهدني، وارزقني، واجبرني، وعافني».

૧૮. ફરી બીજો સિજદો પહેલા સિજદાની જેમ જ કરવો જોઈએ. તે જ દુઆ પઢવી જોઈએ, અને એવી જ રીતે કરવો જોઈએ. અને અલ્લાહુ અકબર કહી સિજદો કરવો જોઈએ.

૧૯. પછી અલ્લાહુ અકબર કહી બીજા સિજદા માંથી ઉભા થઇ જઈશું, અને બીજી રકઅત પઢીશું, જેવી રીતે પહેલી રકઅત પઢી, એવી જ રીતે બીજી રકઅત પણ પઢીશું, બીજી રકઅતમાં દુઆએ ઇસ્તિફતાહ પઢવામાં નહિ આવે.

પછી બીજી રકઅત પઢી લીધા પછી અલ્લાહુ અકબર કહી, જે પ્રમાણે બે સિજદાની વચ્ચે બેસવામાં આવે છે, એવી જ રીતે બીજી રકઅત પઢી લીધા પછી બેસવામાં આવશે.

૨૧. અને આ બેઠકમાં તશહહુદ પઢીશું, અને કહીશું. «التحيات لله والصلوات والطيبات، السلام عليك أيها النبي ورحمة الله وبركاته، السلام علينا وعلى عباد الله الصالحين، أشهد أن لا إله إلا الله، وأشهد أن محمداً عبده ورسوله، اللهم صلِّ على محمد وعلى آل محمد، كما صليت على إبراهيم وعلى آل إبراهيم، إنك حميد مجيد، وبارك على محمد وعلى آل محمد، كما باركت على إبراهيم وعلى آل إبراهيم، إنك حميد مجيد. أعوذ بالله من عذاب جهنم، ومن عذاب القبر، ومن فتنة المحيا والممات، ومن فتنة المسيح الدجال»، અને પછી દુનિયા અને આખિરતની ભલાઈ માટે દુઆ કરીશું.

૨૨. પછી અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ કહીને જમણી બાજુ સલામ ફેરવીશું, અને એવી જ રીતે ડાબી બાજુ પણ.

૨૩. અને જ્યારે ત્રીજી તેમજ ચોથી રકઅત પઢતા હોય તો પહેલા તશહહુદમાં ફક્ત આટલું જ પઢી રુકી જઈશું,

૨૪. પછી અલ્લાહુ અકબર કહી ખભા સુધી હાથ ઉઠાવી ત્રીજી રકઅત માટે ઉભા થઈશું

૨૫. પછી ત્રીજી અને ચોથી રકઅત પહેલી રકઅતની જેમ જ પઢીશું, પરંતુ ફક્ત સૂરે ફાતિહા જ પઢીશું.

૨૬. પછી તવર્રુકની બેઠકમાં બેસીશું, પછી જમણા પગને ઉભો કરી, અને જમણા પિંડલીના ભાગથી ડાબો પગ બહાર કાઢીશું, અને નીચે ઝમીન પર બેસવામાં આવશે, અને પહેલા તશહહુદની જેમ જ હાથ રાન પર મુકીશું.

૨૭. અને પછી સંપૂર્ણ તશહહુદની દુઆઓ પઢીશું.

૨૮. અને પછી અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ કહી જમણી બાજુ સલામ ફેરવીશું અને એ પ્રમાણે જ ડાબી બાજુ ફેરવીશું.