સ: ૨૧ નમાઝના કેટલા પિલર છે?

જ: નમાઝના ચાર પિલર છે, જે નીચે વર્ણન કરવામાં આવે છે.

પહેલું : કિયામ : ઉભા રહેવું

તકબીરે ઉલા : પ્રથમ તકબીર અને તે "અલ્લાહુ અકબર"

સૂરે ફાતિહા પઢવી

રૂકુઅ કરવો : ઘૂંટણ પર ટેક લગાવી, કમર સીધી રાખી અને તેના બરાબર માથાનો ભાગ હોવો જોઈએ.

ઉભા થવું

મધ્યસ્થ ઉભા રહેવું

સિજદો કરવો : કપાળ જમીન પર ટેકવું તેમજ નાક અને બન્ને પંજા અને બન્ને ઘૂંટણ સીજદાની જગ્યાએ બન્ની પગની આંગળીઓને ઉભી કરવી.

સિજદો કરી ઉભા થવું

બન્ને સિજદાની વચ્ચે બેસવું

અને સુન્નત એ કે ડાબા પગ ને ફેલાવી તેના પર બેસી જવું અને જમણા પગને ઉભો રાખવો અને આંગળીઓને કિબલા તરફ રાખવી.

દરેક રકઅત શાંતિપૂર્વક પઢવી.

છેલ્લે તશહ્હુદ

અને તેની બેઠક.

બે સલામ , અને તે બે વાર કહેવામાં આવે છે, "السَّلام عليكم ورحمة الله" અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.

ઉપરોકત વર્ણન કરવામાં આવેલ અરકાનની તરતીબ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, ઉદાહારણ તરીકે કોઈ વ્યક્તિ રૂકુઅ પહેલા જાણી જોઇને સિજદો કરી લે, તો તેની નમાઝ બાતેલ ગણવામાં આવશે, અથવા તો તેણે ભૂલ કરી તેમ માનવામાં આવશે, તેણે ફરીવાર નમાઝ પઢી અને પહેલા રૂકુઅ અને પછી સિજદો કરવો જરૂરી રહેશે.