સ ૧: તહારતની વ્યાખ્યા જણાવો ?

જ- અત્ તહારતુ: તે અશુદ્ધતાને દૂર કરવા તેમજ દુષ્ટતાને દૂર કરવાનું નામ છે.

તહારતુલ્ ખુબુષ: મુસ્લિમ માટે તેના શરીર પર, તેના કપડા પર અથવા તે સ્થળ અને જગ્યા, જ્યાં તેને નમાઝ પઢવાની હોય, તે સ્થાન પરથી ગંદકીને દૂર કરવી.

તહારતુલ્ હદષ: પાણી વડે અથવા જ્યારે પાણી ન મળે ત્યારે અને જ્યારે પાણીનાં ઉપયોગથી કોઈ વાંધો આવતો હોય ત્યારે માટી વડે વઝૂ અને ગુસલ કરવું.