અલ્લાહ : જેનો અર્થ થાય છે, ઈલાહ, મઅબૂદ (ઈબાદતને લાયક) તે એકલો જ છે, તેનો કોઈ શરિક (ભાગીદાર) નથી.
અર્ રબ : (પાલનહાર) અર્થાત પેદા કરનાર, માલિક, રોજી આપનાર, વ્યવસ્થા કરનાર, તે એકલો જ છે, તે પવિત્ર અને પાક છે.
અસ્ સમીઅ: (બધું જ સાંભળવાવાળો) જેની સમાઅતે (સાભળવાની શક્તિ) દરેક વસ્તુનો ઘેરાવ કરી રાખ્યો છે, અને તે દરેક પ્રકારની વિવાદિત અને વિવિધ પ્રકારની અવાજ સાંભળે છે.
અલ્ બસીર: જે દરેકને જોઈ રહ્યો છે, અને દરેક નાની અને મોટી વસ્તુઓને જોઈ રહ્યો છે,
અલ્ અલીમ: (બધું જ જાણવાવાળો) તેના ઈલ્મે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની દરેક વસ્તુઓને ઘેરાવમાં લઇ રાખી છે,
અર્ રહમાન: અત્યંત દયાળુ, જેની રહમત દરેક જીવંત પ્રાણી પર વિસ્તરે છે, અને તમામ જીવો અને સર્જન તેની દયા હેઠળ છે.
અર્ રાઝિક: રોજી આપનાર: જે મનુષ્યો, જીન અને તમામ પ્રાણીઓ સહિત તમામ જીવો ને રોજી આપે છે.
અલ્ હય્ય : (જીવિત) જે મૃત્યુ નહીં પામે, તે જીવિત છે, અને દરેક સર્જન મૃત્યુ પામશે.
અલ્ અઝીમ: મહાન, તે જેની પાસે તેના નામ, લક્ષણો અને ક્રિયાઓમાં સંપૂર્ણતા અને મહાનતા છે.