જ: ખોફ : અલ્લાહથી અને તેના અઝાબથી ડરવું
રજાઅ : અલ્લાહથી સવાબ, માફી અને તેની રહેમતની આશા રાખવી.
દલીલ : અલ્લાહ તઆલા કહે છે : જેમને આ લોકો પોકારે છે તે પોતે જ પોતાના પાલનહારની નિકટતા શોધે છે, કે તેઓ માંથી કોણ વધારે નજીક થઇ જાય, તે પોતે અલ્લાહની કૃપાની આશા રાખે છે અને તેની યાતનાથી ભયભીત રહે છે. (વાત આવી જ છે) કે તમારા પાલનહારની યાતના ભયભીત કરી દેનારી છે.૫૭ [સૂરે અલ્ ઈસ્રા: ૫૭]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છું.૪૯ અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે. ૫૦} [સૂરે અલ્ હિજર: ૪૯-૫૦]