જ. અલ્લાહ પર ઈમાન :
ઈમાન લાવવું કે અલ્લાહ જ પેદા કરવાવાળો છે, તે જ રોજી આપનાર છે, તે સમગ્ર સૃષ્ટિનો એકલો જ માલિક અને વ્યવસ્થાપક છે.
અને તે જ ઇલાહ (માબૂદ) ઈબાદત કરવાને લાયક છે. તેના સિવાય કોઈ સાચો ઇલાહ નથી.
અને તે ખૂબ પ્રભુત્વશાળી અને મોટો છે, દરેક પ્રકારની પ્રશંસા ફક્ત તેના માટે જ છે, અને તેના માટે જ સારા સારા નામો અને પવિત્ર ગુનો છે. તેનો કોઈ શરિક નથી, તેના જેવી કોઈ વસ્તુ નથી, તે પવિત્ર છે.
ફરિશ્તાઓ પર ઈમાન
તેઓ પણ અલ્લાહની એક મખ્લુક (સર્જન) જ છે, અલ્લાહ તઆલાએ તેમને નૂરથી પેદા કર્યા, અને પોતાની ઈબાદત કરવા માટે અને તેના આદેશનો સપૂર્ણ રીતે અનુસરણ કરવા.
તેમાંથી જિબ્રઈલ અ.સ. જેઓ પયગંબરો પર અલ્લાહ તરફથી વહી લઈને આવતા હતા.
કિતાબો પર ઈમાન
તે દરેક કિતાબો જે રસૂલો પર અલ્લાહ તરફથી ઉતારવામાં આવી હોય.
જેવું કે કુરઆન મુહમ્મદ ﷺ
ઈન્જીલ : ઈસા અ.સ. પર
તોરાત : મૂસા અ.સ. પર
ઝબૂર : દાવૂદ અ.સ. પર
ઇબ્રાહિમ અને મૂસાના સહિફા : ઇબ્રાહિમ અ.સ. અને મૂસા અ.સ. પર
રસૂલો પર ઈમાન :
તે લોકો જેમને અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓને શીખવાડવા માટે મોકલ્યા હતા, તેમજ ભલાઈ અને જન્નતની ખુશખબર આપવા અને બુરાઈ તેમજ જહન્નમથી સચેત કરવા મોકલ્યા હતા,
તેમના માંથી સોથી શ્રેષ્ઠ : ઉલૂલ્ અઝમ : અને તે આ પ્રમાણે છે
નૂહ عَلَيْهِ السَّلَامُ
ઇબ્રાહીમ عَلَيْهِ السَّلَامُ
મૂસા عَلَيْهِ السَّلَامُ
ઈસા عَلَيْهِ السَّلَامُ
મુહમ્મદ ﷺ
આખિરતનાં દિવસ પર ઈમાન
મૃત્યુ પછી કબરની સ્થિતિ, કયામતનો દિવસ, જ્યારે ઉઠાવવામાં આવશે તે દિવસ પર અને હિસાબ કીતાબના દિવસ પર ઈમાન, જયારે જન્નતી લોકો પોતાના ઘરોમાં અને જહન્ન્મી લોકો પોતાની જગ્યાએ આબાદ હશે,
સારી અને ખરાબ તકદીર પર ઈમાન
તકદીર : તે વાતનો સ્વીકાર કે સૃષ્ટિ માં જે કઈ પણ થઇ રહ્યું છે તેની સપૂર્ણ જાણ અલ્લાહ તઆલાને છે, અને એ પણ કે અલ્લાહ તઆલાએ પહેલાથી જ લોહે મહફૂઝમાં લખી રાખ્યું છે, અને સૃષ્ટિમાં થવું અને સર્જન થવું તે બધું જ તેની ઈચ્છા પ્રમાણે થાય છે.
અલ્લાહ તઆલા કહે છે : (નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે.૪૯) (સૂરે કમર : ૪૯)
આનાં ચાર દરજ્જા છે.
પહેલું : અલ્લાહનું ઇલ્મ : જેમાં દરેક વસ્તુનું સપૂર્ણ જાણ, તેના અસ્તિત્વ થતા પહેલાની પણ જાણ અને અસ્તિત્વ થઈ ગયા પછીની પણ જાણ
દલીલ : અલ્લાહ તઆલા કહે છે: નિ:શંક અલ્લાહ તઆલાની પાસે જ કયામતનું જ્ઞાન છે, તે જ વરસાદ વરસાવે છે અને માતાના પેટમાં જે કંઈ છે, તેને જાણે છે, કોઇ નથી જાણતું કે આવતીકાલે શું કરશે, ન કોઇને જાણ છે કે કેવી ધરતી પર મૃત્યુ પામશે, (યાદ રાખો) અલ્લાહ તઆલા જ સંપૂર્ણ જ્ઞાનવાળો અને સાચી ખબર રાખનારો છે.૩૪) સૂરે લુકમાન : ૩૪
બીજું : એ કે અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ લોહે મહફૂઝ માં લખીને રાખ્યું છે, જેટલી પણ વસ્તુ થઇ ગઈ છે અને જેટલી પણ વસ્તુ થવાની છે તે બધું જ કિતાબમાં લખેલું છે.
દલીલ : અલ્લાહ તઆલા કહે છે. અને ગેબની ચાવીઓ તો અલ્લાહ તઆલા પાસે જ છે, અલ્લાહ સિવાય તેને કોઇ નથી જાણતું અને તે દરેક વસ્તુઓને જાણે છે, જે કંઈ ધરતીમાં છે અને જે કંઈ સમુદ્રમાં છે અને કોઇ પાંદડું એવું નથી પડતું જેને તે જાણતો ન હોય અને ન તો ઝમીનના અંધકારમાં કોઇ દાણો એવો છે, જેને તે જાણતો ન હોય, અને જે કંઈ પણ ભીનું હોય અથવા સૂકું બધું જ ખુલ્લી કિતાબમાં લખેલુ છે.૫૯ સૂરે અનઆમ: ૫૯
ત્રીજું : એ કે દરેક વસ્તુ અલ્લાહની ઈચ્છા પ્રમાણે જ થતી હોય છે, કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ અને સર્જન થઇ શકતું માંથી જ્યાં સુધી કે અલ્લાહ તઆલાની ઈચ્છા ન હોય.
દલીલ : અલ્લાહ તઆલા કહે છે : (ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે. ૨૮ અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો.૨૯ સૂરે તકવીર; ૨૮-૨૯
ચોથું : સમગ્ર સૃષ્ટિ તે અલ્લાહની મખ્લૂક છે, અલ્લાએ જ તેમનું સર્જન કર્યું છે, તેમનું અસ્તિત્વ, તેમની અંદરના ગુણો, તેમની હરકતો, અને તેમની અંદરની દરેક વસ્તુઓને અલ્લાહએ જ પેદા કરી.
દલીલ : અલ્લાહ તઆલા કહે છે : જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.૯૬ સૂરે સોફફાત : ૯૬