જ. અલ્ ઇહસાન : એ છે કે અલ્લાહ તરફ સંપૂર્ણ ધ્યાન ધરવું, સર્જનીઓ માટે ભલાઈ અને એહસાન ખર્ચ કરવું.
આપ ﷺ એ કહ્યું : ખરેખર અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ સાથે એહસાન કરવું જરૂરી કર્યું છે. મુસ્લિમ
એહસાન કરવાની શકલ :
અલ્લાહ તઆલાની ઈબાદતમાં એહસાન એ છે કે નિખાલસતા સાથે તેની ઈબાદત કરવી જોઈએ.
પોતાની વાત અને વર્તનમાં માતાપિતા સાથે એહસાન
સગા; સંબંધી સાથે એહસાન
પાડોશી સાથે એહસાન
અનાથ અને લાચારો સાથે એહસાન
જે તમારી સાથે ખરાબ કરે તેની સાથે એહસાન
પોતાની વાતમાં એહસાન
લડાઈ ઝઘડામાં એહસાન
જાનવરો સાથે એહસાન
જ.
૧. અલ્લાહના હકની હિફાજત કરવી,
તેની શકલ : નમાઝ, ઝકાત, રોઝા હજ અને અન્ય ફર્ઝ ઈબાદતો પાંબદી સાથે કરવી.
૨. લોકોના હકો ની હિફાજત કરવી અને તેને પુરા પાડવા
લોકોની ઇઝઝતની હિફાજત કરવી
તેમના માલની હિફાજત
તેમની જાનની હિફાજત
તેમના ભેદોની હિફાજત, અને તે દરેક વસ્તુ જે લોકોએ તમને આપ્યું છે.
સફળ થનાર લોકોના ગુણો વર્ણન કરતા અલ્લાહ તઆલા કહે છે : તેઓ દરેકની અમાનતની હિફાજત કરે છે અને વચનની પણ હિફાજત કરે છે. સૂરે મોમિનૂન : ૮
જ. : જે કિસ્સો જે તે પ્રમાણે હોય અથવા જે તે વસ્તુ જે પ્રમાણે હોય તેને તે જ પ્રમાણે જણાવવી.
દાખલા તરીકે
લોકો સાથે વાતચીત કરવામાં સચ્ચાઈ
વચન કરવામાં સચ્ચાઈ
પોતાના કાર્યો અને વાતચીતમાં સચ્ચાઈ
આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : ખરેખર સચ્ચાઈ નેકી તરફ માર્ગદર્શન આપે છે, અને નેકી જન્નત તરફ માર્ગદર્શન આપે છે, અને એ કે વ્યક્તિ સાચું બોલતો રહે છે, અહીં સુધી કે તે અલ્લાહની પાસે સાચો લખી દેવામાં આવે છે. બુખારી/મુસ્લિમ
જ. જૂઠ, અને એ કે સત્યતા વિરુદ્ધ કહેવું, દાખલા તરીકે લોકોથી જૂઠું બોલવું, વચનભંગ કરવો, અને જૂઠી ગવાહી આપવી.
આપ ﷺ એ કહ્યું : ખરેખર જૂઠ ગુનાહ તરફ માર્ગદર્શન આપે છે, અને ગુનાહ જહન્નમ તરફ માર્ગદર્શન આપે છે, અને એ કે વ્યક્તિ જૂઠું બોલતો રહે છે, અહીં સુધી કે તે અલ્લાહની પાસે તે જૂઠો લખી દેવામાં આવે છે. બુખારી/મુસ્લિમ અને આપ النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : મુનાફિકની ત્રણ નિશાનીઓ છે, તેમાંથી આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ વર્ણન કરી કે જ્યારે તે વાત કરે તો જૂઠું બોલે અને જ્યારે તે વચન આપે તો વચનભંગ કરે. બુખારી /મુસ્લિમ
જ. અલ્લાહની ઇતાઅત કરતી વખતે વચ્ચે આવતી તકલીફો પર સબર
ગુનાહથી બચતા વચ્ચે આવતી તકલીફો પર સબર
જે આપણા ભાગ્યમાં તકલીફ લખેલી હોય તેના પર સબર અને દરેક પરિસ્થિતિમાં અલ્લાહના વખાણ કરવા.
અલ્લાહ તઆલા કહે છે : અલ્લાહ સબર કરવાવાળાઓને પસંદ કરે છે. 146 સૂરે આલિ ઇમરાન : ૪૬ અને આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : મોમિનની ઝબરદસ્ત હાલત હોય છે, તેના દરેક કામમાં ભલાઈ હોય છે, અને આ ફક્ત મોમિન વ્યક્તિ માટે જ છે, જ્યારે તેને કોઈ ખુશી પહોંચે છે તો તે તેના પર અલ્લાહનો શુકર કરે છે અને તે તેના માટે શ્રેષ્ઠ છે અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે તો તે તેના પર સબર કરે છે અને તે પણ તેના માટે શ્રેષ્ઠ છે. મુસ્લિમ
અને એ કે અલ્લાહની ઇતાઅત કરતા સબરની કમી, ગુનાહોથી બચવામાં સબરની કમી, નસીબમાં આવનારી તકલીફો વિશે પોતાના કાર્ય અને વાતચીત વડે ફરિયાદો કરવી.
તેની કેટલીક હાલતો નીચે પ્રમાણે છે :
$ મૃત્યુની ઈચ્છા કરવી.
$ ગાલ પર મારવું,
$ કપડાં ફાડી નાખવા
$ વાળ ફેલાવવા
$ પોતાના માટે નષ્ટતાની દુઆ કરવી
આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ: એ કહ્યું બદલો મુસીબત પ્રમાણે હોય છે, અને ખરેખર જ્યારે અલ્લાહ તઆલા કોઇ કોમને પસંદ કરે તો તેને આઝમાયશમાં નાખી દે છે, અને જે તેની તકદીરમાં લખેલી મુસીબત પર ખુશ થઈ જાય તો અલ્લાહ પણ ખુશ થાય છે અને જે વ્યક્તિ નારાજ થાય તો અલ્લાહ પણ નારાજ થઈ જાય છે. તિરમિઝી / ઈબ્ને માજા
જ. સત્ય અને ભલાઈના કામોમાં લોકોનો સહકાર આપવો.
મદદ કરવાની કેટલીક સ્થિતઓ જણાવો :
હક પુરા પાડવામાં સહકાર
જાલિમનો રદ કરવામાં સહકાર
લોકો અને લાચારોની જરૂરત પુરી પાડવામાં સહકાર
ભલાઈના દરેક કામમાં સહકાર
ગુનાહ, તકલીફ અને અત્યાચારના કામોમાં લોકોનો સહકાર ન આપવો
અલ્લાહ તઆલા કહે છે : નેકી અને તકવાના કામોમાં લોકોનો સહકાર આપો અને ગુનાહ અને અત્યાચારના કામોમાં લોકોનો સહકાર ન આપો, અલ્લાહથી ડરો, ખરેખર અલ્લાહ સખત અઝાબ આપનાર છે. સૂરે માઇદહ : ૨ આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : એક મોમિન બીજા મોમિન માટે દીવાલ માફક છે, જેનો એક ભાગ બીજા ભાગને મજબૂતી સાથે જકળી રાખે છે. બુખારી / મુસ્લિમ અને આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَا એ કહ્યું : એક મુસલમાન બીજા મુસલમાનનો ભાઈ છે, ન તો તે તેના પર ઝુલ્મ કરે અને ન તો તેને તકલીફ પહોંચાડે, અને જે વ્યક્તિ જ્યાં સુધી પોતાના ભાઈની જરૂરત પુરી પાડવામાં વ્યસ્ત રહે ત્યાં સુધી અલ્લાહ તેની જરૂરત પુરી કરતો રહે છે, અને જે વ્યક્તિ કોઈ મુસલમાનની એક તકલીફ દૂર કરે તો અલ્લાહ કયામતના દિવસની તકલીફો માંથી એક તકલીફ દૂર કરે છે, અને જે વ્યક્તિ એક મુસલમાનની ખામી પર પરદો કરે તો અલ્લાહ કયામતના દિવસે તેની ખામીઓ પર પરદો કરે છે. બુખારી /મુસ્લિમ
જ. ૧ અલ્લાહથી હયા હોવી જોઈએ, એવી રીતે કે તેની અવજ્ઞા કરવાથી બચવું જોઈએ.
૨. લોકોથી હયા, અને એ રીતે કે તેમની સાથે વાતચીત કરતી વખતે ગાળા ગાળી ન કરવી જોઈએ, તેમને તકલીફ ન આપવી જોઈએ અને તેમની ખામીઓ જાહેર ન કરવી જોઈએ.
આપ ﷺ એ કહ્યું : ઇમાનની સિત્તેર કરતા વધુ શાખાઓ છે, અથવા સાઈઠ કરતા વધારે, સૌથી ઉચ્ચ શાખા લા ઇલાહ ઇલ્લલ્લાહુ કહેવું અને સૌથી નીચી શાખા રસ્તા વચ્ચેથી તકલીફ આપનારી વસ્તુ હટાવવી અને હયા ઈમાનની શાખાઓ માંથી છે. મુસ્લિમ
જ. વૃદ્ધ લોકો પર દયા અને તેમની ઇઝઝત કરવી.
નાના બાળકો પર દયા કરવી
ફકીર અને લાચાર પર દયા
જાનવરો પર દયા, કે તેમને ખવડાવવું જોઈએ અને તકલીફ ન આપવી જોઈએ.
આ વિશે આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : મોમિન દયા કરવામાં, મુહબ્બત કરવામાં, અને સહાનુભૂતિ કરવામાં એક શરીર માફક છે, જ્યારે શરીરના કોઈ ભાગમાં તાવ અથવા તકલીફ હોય તો તેના કારણે આખું શરીર તકલીફમાં હોય છે. બુખારી / મુસ્લિમ અને આપ ﷺ એ કહ્યું : રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તેના પર રહેમ કરશે. અબૂ દાઉદ અને તિરમિઝી
જ. અલ્લાહથી મુહબ્બત
અલ્લાહ તઆલા કહે છે : અને મોમિન અલ્લાહ સાથે ઝબરદસ્ત મુહબ્બત કરતા હોય છે. સૂરે બકરહ : ૧૬૫
રસૂલ ﷺ થી મુહબ્બત
કહ્યું : તે હસ્તીની કસમ, જેના હાથ માં મારી જાન છે, તમારા માંથી કોઈ વ્યક્તિ મોમિન હોઈ શકતો નથી જ્યાં સુધી તે તેના માતાપિતા અને સંતાન કરતા પણ વધારે મારાથી મુહબ્બત કરે. બુખારી
મોમિનથી મુહબ્બત, તે દરેક ભલાઈથી મુહબ્બત, જે તમે તમારા માટે પસંદ કરતાં હોય
આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُએ કહ્યું : તમારા માંથી તે વ્યક્તિ ત્યાં સુધી મોમિન હોઈ શકતો નથી, જ્યાં સુધી તે પોતાના ભાઈ માટે તે જ વસ્તુ પસંદ ન કરે જે વસ્તુ તે પોતે પસંદ કરતો હોય. બુખારી
જ. : ચહેરાની એક સ્થિતિ જેમાં ખુશી, પ્રસન્નતા, વિનમ્રતા અને મુલાકાત કરતી વખતે ચેહરા પર જે ખુશી જાહેર થતી હોય છે, તેને બશાશહ કહે છે .
ગાલ ફુલાવવા અથવા આંખો ચઢાવવી તેનો વિરોધી શબ્દ છે, જેનાથી લોકો દૂર જતા રહે છે.
અને આ વિશેની મહત્વતા બાબતે હદીષ, અબુઝર રઝી. કહે છે કે આપ ﷺએ કહ્યું : કોઈ નેકીને તુચ્છ ન સમજશો, અને આ પણ કે તમે ખુશી સાથે પોતાના ભાઈ સાથે મુલાકાત કરો, મુસ્લિમ અને આપ ﷺએ કહ્યું : તમારું ખુશીના ચહેરા સાથે પોતાના ભાઈ સાથે મુલાકાત કરવી પણ સદકો ગણાશે. તિરમિઝી
જ. બીજા વ્યક્તિ પાસે નેઅમત જોઈ તેને નષ્ટ થવાની આશા અથવા તેની પાસે તે નેઅમત જોઈને નાખુશી જાહેર કરવી.
અલ્લાહ તઆલા કહે છે :હે અલ્લાહ ! હસદ કરનારના હસદ કરવાથી પનાહ માગું છું, જ્યારે તે હસદ કરે. 5 (સૂરે ફલક:૫)
અનસ બિન માલીક રઝી. કહે છે, કે આપ ﷺ એ કહ્યું : તમે એક બીજા પ્રત્યે દ્વેષ ન રાખો, ન તો એક બીજા પ્રત્યે હસદ કરો, અને એકબીજાથી પીઠ પણ ન ફેરવો, અને અલ્લાહના બંદાઓ સાથે ભાઈ ભાઈ બનીને રહો. બુખારી / મુસ્લિમ
જ.પોતાના મુસ્લિમ ભાઈની મશ્કરી કરવી અથવા તેને તુચ્છ સમજવા, અને આ જાઈઝ નથી.
અલ્લાહ તઆલા આના પર રોક લગાવતા કહે છે : હે ઇમાનવાળાઓ ! કોઇ જૂથ બીજા જૂથ સાથે ઠઠ્ઠા-મસ્કરી ન કરે, શકય છે કે તે ઠઠ્ઠા-મસ્કરી કરનાર કરતા ઉત્તમ હોય અને ન સ્ત્રીઓ બીજી સ્ત્રીઓની મજાક ઉડાવે, શકય છે તે તેણીઓ કરતા ઉત્તમ હોય અને એકબીજાને મેણા-ટોણા ન મારો અને ન કોઇને ખરાબ ઉપનામો વડે પોકારો, ઇમાન લાવ્યા પછી પાપનું નામ ખોટું છે અને જે લોકો આ વાતને છોડી ન દે, તો તેઓ જ જાલિમ છે. સૂરે હુજરાત
જ. લોકો પર પોતાની બડાઈ બતાવતો નથી, અને ન તો લોકોને તુચ્છ સમજે છે અને ન તો સત્યને જુઠલાવે છે.
અલ્લાહ તઆલા કહે છે : અને રહમાનના બંદા તે છે, જેઓ ધરતી પર આજીજી સાથે ચાલે છે. સૂરે ફુરકાન : ૬૩ અર્થાત : વિનમ્રતા સાથે ધરતી પર ચાલવું જોઇએ. અને આપ ﷺ એ કહ્યું : જે વ્યક્તિ અલ્લાહ માટે આજીજી અપનાવે તો અલ્લાહ તેના દરજ્જાને જરૂર બુલંદ કરે છે. મુસ્લિમ અને આપ ﷺ એ કહ્યું : અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે કે હું આજીજી અપનાવું, અને કોઈના પર મોટાઈ ન કરું તેમજ કોઈના પણ અત્યાચાર પણ ન કરું. મુસ્લિમ
જ. : ૧ સત્યની સામે ઘમંડ, અને તે સત્યને જુઠલાવવું અને તેને કબૂલ ન કરવું.
૨. લોકો સામે ઘમંડ, અને એ કે લોકોને તુચ્છ જાણવા, અને તેમનું અપમાન કરવું.
આપ ﷺ એ કહ્યું : જે વ્યક્તિના દિલમાં એક કણ બરાબર પણ ઘમંડ હશે તો તે જન્નતમાં દાખલ નહિ થાય. એક વ્યક્તિએ કહ્યું : માનવી એવું ઇચ્છતો હોય કે તેના કપડાં સુંદર હોવા જોઈએ, તેના ચપ્પલ શ્રેષ્ઠ હોવા જોઈએ, તો? આપ ﷺ એ કહ્યું, ખરેખર અલ્લાહ તઆલા ખુબસુરત છે અને તે ખૂબસૂરતીને પસંદ કરે છે, તકબ્બુર : સત્ય વાતને જુઠલાવવું અને લોકોને તુચ્છ સમજવા. મુસ્લિમ
સત્ય વાત જુઠલાવવી: અર્થાત તેને રદ કરવી.
લોકોને તુચ્છ સમજવા : લોકોનું અપમાન કરવું, મશ્કરી કરવી.
સુંદર કપડાં અને ચપ્પલ પહેરવા, તકબ્બુર નહિ ગણાય.
જ. વેપાર ધંધામાં ધોખા એટલે કે સોદાની ખામીઓ છુપાવવી.
ઇલ્મ પ્રાપ્ત કરવામાં ઘોખો એટલે કે પરીક્ષામાં બાળકોની ચોરી કરવી.
વાતચીતમાં ઘોખો એટલે કે જૂઠી ગવાહી અને વાત કરવી.
પોતાની વાતમાં વફાદારી ન કરવી અને લોકોની વાતો સાથે સમર્થન ન આપવું.
ધોખા વિશે સખત રોક લગાવી છે, આપ ﷺ અનાજના ઢેર પાસેથી પસાર થયા, તેમાં આપ ﷺ એ પોતાનો હાથ નાખ્યો, નીચેથી આપ ﷺએ અનાજ ભીનું જોયું, આપ ﷺએ કહ્યું કે હે વેપારી ! આ શું છે? તેણે કહ્યું, હે અલ્લાહના રસૂલ ! ગઈ કાલે રાત્રે વરસાદ પડ્યો હતો આપ ﷺએ કહ્યું, શું તને ખબર નથી કે લોકો અનાજને ઉપરથી જ જોઈ તારી પાસેથી ખરીદી કરે છે? યાદ રાખ ! જે ઘોખો આપે તે અમારા માંથી નથી. મુસ્લિમ
અસ્સુબ્રતુ : અનાજનો ઢેર
જ. એક ગાયબ મુસ્લિમ ભાઈ વિશે એવી વાત કહેવી, (જો તે વાત સાંભળી લેશે તો) તે તેને નાપસંદ કરશે.
અલ્લાહ તઆલા કહે છે : હે ઇમાનવાળાઓ ! વધારે પડતા અનુમાનથી બચો, જાણી લો કે કેટલાક અનુમાનો ગુનાહ છે અને જાસૂસી ન કરો અને ન તો તમારા માંથી કોઇ કોઇની નિંદા કરે, શું તમારા માંથી કોઇ પણ પોતાના મૃત ભાઇનું માસ ખાવાનું પસંદ કરશે ? તમે તેને નાપસંદ કરશો અને અલ્લાહથી ડરતા રહો,નિ:શંક અલ્લાહ તૌબા કબૂલકરનાર, દયાળુ છે. સૂરે હુજુરાત : ૧૨
જ. ભલાઈના કામોમાં સુસ્તી કરવી, અને તે કામ તેના પર જરૂરી હોય છે.
તેમાંથી જ જરૂરી કાર્યોમાં સુસ્તી કરવી.
અલ્લાહ તઆલા કહે છે : આ મુનાફિકો અલ્લાહ સાથે ઘોકો કરી રહ્યા છે, જ્યારે કે અલ્લાહ તેમના ઘોખાને તેમના પર જ નાખી દે છે, અને જ્યારે નમાઝ પઢવા માટે ઊભા થાય છે તો ઘણી જ સુસ્તી સાથે ઊભા થાય છે, ફકત લોકોને દેખાડો કરવા માટે નમાઝ પઢે છે અને અલ્લાહના નામનું સ્મરણ તો બસ થોડુંક જ કરે છે. સૂરે નિસા : ૧૪૨
એક મોમિન માટે જરૂરી છે કે તે સુસ્તી, આળસ, ને છોડી દે, અને દરેક કામમાં મહેનત, પ્રયત્ન, કોશિશ અને ચપળતા બતાવે જેના કારણે અલ્લાહ તેનાથી રાજી થઈ જાય.
જ. સારો ગુસ્સો : અને એવી રીતે કે કાફિરો, મુનાફીકોનો તેમજ અન્ય લોકોનો જેઓ અલ્લાહની પવિત્રતા ભંગ કરે છે, તેમના પર ગુસ્સો કરવો.
૨. એવો ગુસ્સો જે શરીઅતમાં નાપસંદ છે, એવી રીતે કે માનવી પોતાના કામ અને વાત વાતમાં બિન જરૂરી ગુસ્સો કર્યા કરે.
જે ગુસ્સો નાપસંદ સમજવામાં આવે છે તેનો ઈલાજ :
વુઝુ કરી લેવું જોઈએ.
જો તમે ઉભા હોય તો બેસી જવું.
આપ ﷺ એ એક સહાબીને વસિયત કરતા કહ્યું કે તું ગુસ્સો ન કર.
ગુસ્સાના સમયે પોતાને કાબુમાં રાખવા જોઈએ.
ધૃતકારેલા શેતાનથી અલ્લાહની પનાહ, અઉઝુબિલ્લાહિ મિનશ્શયતાનીર રજીમ પઢવું.
ચૂપ થઈ જવું.
જ. અલ્ ઇસ્રાફુ : બિન જરૂરી જગ્યાઓ પર અથવા મનેચ્છાઓ પુરી પાડવા માલ ખર્ચ કરવો.
તેનું વિરોધી : કંજુસાઈ : જ્યાં માલ ખર્ચ કરવાનો હક બને છે ત્યાં પણ માલ ખર્ચ ન કરવો.
અને યોગ્ય વાત એ છે કે મધ્યસ્થ રસ્તો અપનાવી માલ ખર્ચ કરવામાં આવે, અને એ કે એક મુસલમાન કરીમ હોય છે. અર્થાત (માલ ખર્ચ કરવામાં મધ્યસ્થ માર્ગ પર ચાલે છે.
અલ્લાહ તઆલા કહે છે : અને જેઓ ખર્ચ કરતી વખતે ઇસ્રાફ (ખોટો ખર્ચ) નથી કરતા, ન કંજુસાઇ કરે છે, પરંતુ તે બન્ને વચ્ચે સુમેળતાભરી રીતે ખર્ચ કરે છે. સૂરે ફુરકાન : ૬૭
જ. અલ્ જુબ્નુ : જે વસ્તુથી ડરવું ન જોઈએ તેનાથી પણ ડરવું.
ઉદાહરણ તરીકે સત્ય વાત કહેવાથી ડરવું, અને દુષ્ટતાને નકારવાનો ડર
અશ્ શુજાઅતુ : સત્ય વાત તરફ આગળ વધવું, દાખલા તરીકે ઇસ્લામ અને મુસલમાનોની હિફાજત કરતા જિહાદ માટે તૈયાર રહેવું.
અને આપ ﷺએ દુઆ માગી છે: હે અલ્લાહ ! હું કાયળતાથી તારી પનાહ માગું છું... આપ ﷺએ કહ્યું : અલ્લાહની નજીક શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ છે, અને તેના દરેક કામમાં ભલાઈ હોય છે. મુસ્લિમ
જ. મહેણાં ટોણા મારવા અને ગાળો આપવી.
અથવા કોઈના આ પ્રમાણે કહેવું, તું જાનવર છે, અથવા આ પ્રમાણેના શબ્દો કહેવા
અથવા અશ્લીલતા અને તેના શબ્દોનો ઉલ્લેખ કરવો.
આ પ્રમાણે અલ્લાહના રસૂલે રોક્યા છે, અને કહ્યું : મોમિન મહેણાં ટોણા મારવાવાળો નથી હોતો, ન તો તે લઅનત કરવાવાળો હોય છે અને ન તો તે ખરાબ જબાનવાળો હોય છે અને ન તો તે તકલીફ આપનાર હોય છે. તિરમિઝી અને ઈબ્ને હિબ્બાને આ હદીષ રિવાયત કરી છે.
જ. દુઆ કરવી જોઈએ કે અલ્લાહ તમને સારા અખલાક આપે અને તેમાં તમારી મદદ કરે.
અલ્લાહ તઆલાની યાદ, અને એ કે તે દરેક વસ્તુ સાંભળી રહ્યો છે અને જોઈ રહ્યો છે.
૩. સારા અખલાકનો સવાબ ધ્યાનમાં રાખવો જોઈએ, અને એ કે તે જન્નતમાં જવાનો સ્ત્રોત છે.
૪. ખરાબ અખલાકની દુષ્ટતા યાદ રાખવી અને એ કે તે જહન્નમમા જવાનો સ્ત્રોત છે.
૫. અને એ કે સારા અખલાક અપનાવવાથી અલ્લાહની મુહબ્બત સાબિત થાય છે અને ખરાબ અખલાક અપનાવવાથી અલ્લાહની નારાજગી સાબિત થાય છે.
૬. આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ ના જીવનચરિત્ર વિશે વાંચન કરવું અને તે પ્રમાણે અનુસરણ કરવું.
૭. સારા લોકો સાથે રહેવું અને દુરાચારી લોકોથી દૂર રહેવું જોઈએ.