તફસીર વિભાગ

જ. સૂરે ફાતિહા અને તેની તફસીર:

(શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે. ૨ (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે).* બદલાના દિવસ (કયામત) નો માલિક છે.* અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ.* અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ.* તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે.))[૧૫] (સૂરે ફાતિહા : ૧ થી ૭)

તફસીર

સૂરે ફાતિહાનું નામ એટલા માટે ફાતિહા પાડવામાં આવ્યું કે તેનાથી અલ્લાહની કિતાબની શરૂઆત થાય છે.

- ﴿بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

બિસ્મિલ્લાહથી કુરઆનની શરૂઆત કરવામાં આવે છે, બરકત રૂપે અલ્લાહનું નામ લઈ તેનું શરણ માગીએ છીએ.

(અલ્લાહુ) અર્થાત : સાચો મઅબૂદ, ઇલાહ, તે સિવાય તેનું અન્ય નામ નથી.

(અર્ રહમાન). અર્થાત ખૂબ જ રહમતવાળો, તેની રહેમતે દરેક વસ્તુને ઘેરાવમાં લઈ રાખી છે.

(અર્ રહીમ), મોમિનો માટે દયાળુ.

૨. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બીલ આલમીન ૨. અર્થાત, દરેક પ્રકારના વખાણ અને કમાલ ફક્ત એક અલ્લાહ માટે જ છે.

3. (અર્ રહમાનિર્ રહીમ) (૩) અર્થાત ખૂબ જ રહમતવાળો, તેની રહેમતે દરેક વસ્તુને ઘેરાવમાં લઈ રાખી છે. અને મોમિનો માટે ખાસ રહેમતવાળો

4. (માલિકિ યવ્ મિદ્દિન) (૪) અર્થાત કયામતનો દિવસ

ઈય્યાકનઅબુદુ વઈય્યાકનસ્ તઈન (૫) અર્થાત અમે ફક્ત તારી જ બંદગી કરીએ છીએ અને ફક્ત તારી પાસે જ મદદ માગીએ છીએ.

ઈહ્દિનસ્ સિરોતલ્ મુસ્તકીમ (૬) અને તે ઇસ્લામ અને સુન્નત તરફ હિદાયતની દુઆ છે.

સિરોતલ્લઝીન અન્અમ્ત અલૈહિમ ગૈરિલ્ મગ્ઝુબિ અલૈહિમ વલઝ્ઝૉલીન (૭)}.

અર્થાત પયગંબરો અને તેમનું અનુસરણ કરનાર નેક બંદાઓનો માર્ગ. નસ્રાની અને યહૂદીનો માર્ગ.

અને સુન્નત એ છે કે આ સૂરહની આયત પઢયા પછી "આમીન" કહેવું જોઈએ, અર્થાત હે અલ્લાહ તું અમારી દુઆ કબૂલ કર.

જ. સૂરે ઝિલ્ઝાલ પઢો અને તેની તફસીર (સમજુતી) :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا 1

૧) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે. وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا 2

અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે. وَقَالَ الْإِنْسَانُ مَا لَهَا 3

માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે ? بِأَنَّ رَبَّكَ أَوْحَى لَهَا

4

તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે. بِأَنَّ رَبَّكَ أَوْحَى لَهَا 5

એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે. يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِيُرَوْا أَعْمَالَهُمْ 6

તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે. فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ 7

બસ ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે. وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ 8

અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે. સૂરે ઝિલ્ઝાલ : ૧-૮

તફસીર (સમજુતી)

إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا

જ્યારે સપૂર્ણ રીતે જમીન હલાવી દેવામાં આવશે, આવું કયામતના દિવસે થશે.

وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا

મૃતક અને અન્ય દરેક વસ્તુ જે તેની અંદર હશે, તે દરેકને જમીન કાઢી નાખશે.

وَقَالَ الْإِنْسَانُ مَا لَهَا

આશ્ચર્ય પામી માનવી કહેશે, આ જમીનને શું થઇ ગયું છે, તે હરકત કરી રહી છે, અને પરેશાન છે?

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا

તે મહાન દિવસે જમીન દરેક કાર્યોની ખબર આપશે, ભલેને તે કાર્ય ભલાઈ માંથી હોય કે બુરાઈ માંથી હોય

بِأَنَّ رَبَّكَ أَوْحَى لَهَا

અલ્લાહ તઆલા તેને જાણતો હશે અને તેને આદેશ આપશે.

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِيُرَوْا أَعْمَالَهُمْ

તે મહાન દિવસમાં, જે દિવસ જમીન હલાવી દેવામાં આવશે, લોકો જૂથ દર જૂથ બની હિસાબ લેવા માટે નીકળશે, જેથી તમે પોતાના તે અમલ જોઈ લો જે અમલ તમે દુનિયામાં કરતા હતા.

فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ 7

બસ ! જે વ્યક્તિએ નાની કીડી બરાબર પણ નેક અમલ કર્યો હશે તો તે તેને પોતાની સામે જોઈ લેશે.

وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ

અને કણ બરાબર પણ બુરાઈ કરી હશે તો તે પણ તેની સામે જોઈ લેશો.

જ. સૂરે આદીયાત અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

﴿وَالْعَادِيَاتِ ضَبْحًا 1

કસમ છે, તે ઘોડાઓની જે દોડતી વખતે હાંફતા હોય. فَالْمُورِيَاتِ قَدْحًا 2

પછી તેમની જેઓ ટાપ મારીને અંગારા ઉડાવે છે. فَالْمُغِيرَاتِ صُبْحًا 3

પછી વહેલી સવારે છાપા મારનારની કસમ ! فَأَثَرْنَ بِهِ نَقْعًا 4

૪) બસ ! તે વખતે ધુળ ઉડાવે છે. فَوَسَطْنَ بِهِ جَمْعًا 5

૫) પછી તે જ સ્થિતિમાં લશ્કરના ટોળામાં ઘુસી જાય છે. إِنَّ الْإِنْسَانَ لِرَبِّهِ لَكَنُودٌ 6

૬) ખરેખર માનવી પોતાના પાલનહારનો ખુબ જ કૃતઘ્ની છે. وَإِنَّهُ عَلَى ذَلِكَ لَشَهِيدٌ 7

૭) અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે. وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ 8

૮) તે માલના મોંહમાં સખત પડ્યો છે. أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ 9

૯) શું તે જાણતો નથી કે કબરોમાં જે (કંઇ) છે, જ્યારે તે કાઢી લેવામાં આવશે. وَحُصِّلَ مَا فِي الصُّدُورِ 10

૧૦) અને હૃદયોની છુપી વાતો જાહેર કરવામાં આવશે. إِنَّ رَبَّهُمْ بِهِمْ يَوْمَئِذٍ لَخَبِيرٌ 11﴾

૧૧) તો તે દિવસે તેમનો પાલનહાર તેમની સપૂર્ણ સ્થિતિથી વાકેફ હશે. સૂરે આદિયાત : ૧-૧૧

સમજુતી :

وَالْعَادِيَاتِ ضَبْحًا 1

અલ્લાહ તે ઘોડાઓની કસમ ખાઈ રહ્યો છે, જે તેજ દોડતા હોય, અહી સુધી કે તેમના દોડતા વખતે એક તેજ અવાજ સંભળાતો હોય છે.

فَالْمُورِيَاتِ قَدْحًا તે અલાલાહ તે ઘોડાઓની કસમ ખાઈ રહ્યો છે, જેમની પોતાના ખળીઓ વડે ચિંગારી નીકળતી હોય જ્યારે તે કોઈ મજબુત પથ્થર સાથે ટકરાઈ જાય, તેના પર જોરથી તેના પગ પડવાના કારણે

فَالْمُغِيرَاتِ صُبْحًا અને તે ઘોડાઓની કસમ જે સવારના સમયે દુશ્મનો પર હુમલો કરે છે.

أَثَرْنَ بِهِ نَقْعًا તેમના તેજ દોડવાના કારણે ધૂળ ઉડતી હોય છે.

فَوَسَطْنَ بِهِ جَمْعًا તેથી તેઓએ તેમના ઘોડેસવારો સાથે દુશ્મનોના ટોળાની મધ્યસ્થી કરી.

إِنَّ الْإِنْسَانَ لِرَبِّهِ لَكَنُودٌ માનવી તે ભલાઈથી પોતાને રોકીને રાખે છે, જે ભલાઈ તેનો પાલનહાર તેનાથી ઈચ્છે છે.

وَإِنَّهُ عَلَى ذَلِكَ لَشَهِيدٌ અને તેનું ભલાઈથી દૂર રહેવું તેણે જાણી લેવું જોઈએ કે તેના પર એક સાક્ષી છે, તે તેની સ્પષ્ટતાનો ઇન્કાર નહિ કરી શકે.

وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ તે માલથી ઘણો પ્રેમ કરે છે, જેના કારણે તે કંજુસાઈ કરતો હોય છે.

أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ શું તે વ્યક્તિ જેને દુનિયાના જીવને ધોખો આપ્યો, તે જાણતો નથી કે જ્યારે મૃતકોને કબરોમાં અલ્લાહ તઆલા ઉઠાવશે અને તેમને જમીન માંથી હિસાબ અને બદલા માટે કાઢશે તો માનવી વિચારશે કે તે જે વિચારીને આવ્યો હતો મામલો તેના વિરુદ્ધ છે.

وَحُصِّلَ مَا فِي الصُّدُورِ

અને દરેક વસ્તુ જાહેર થશે, જે તેના દિલમાં હતું અને જે તેનો અકીદો હતો અને તેના સિવાય પણ બધું જ જાહેર થશે.

إِنَّ رَبَّهُمْ بِهِمْ يَوْمَئِذٍ لَخَبِيرٌ તેમનો પાલનહાર તે દિવસે બધું જ જાણતો રહેશે અને પોતાના બંદોની કોઈ પણ વસ્તુ તેનાથી છુપી નહિ હોય, અને ય્ર્મને પૂરેપૂરો બદલો આપશે.

જ. સૂરે કારીઅહ અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

﴿الْقَارِعَةُ 1

૧) ખટખટાવી નાખનાર. مَا الْقَارِعَةُ 2

૨) શું છે તે ખટખટાવી નાખનાર. وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ 3

૩) તમને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે? يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ 4

૪) જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે. وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنْفُوشِ 5

૫) અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે. فَأَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِينُهُ 6

૬) પછી જેના પલડું ભારે હશે. فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ 7

૭) તો તેઓ મનપસંદ જીવનમાં હશે. وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ 8

૮) અને જેનું પલડું હલકું હશે. فَأُمُّهُ هَاوِيَةٌ 9

૯) તેમનું ઠેકાણું હાવિયહ છે. وَمَا أَدْرَاكَ مَا هِيَهْ 10

૧૦) તમને શું ખબર કે તે શું છે ? نَارٌ حَامِيَةٌ 11

૧૧) ભડકે બળતી આગ (છે). સૂરે કારિઅહ ૧-૧૧

તફસીર : સમજુતી

الْقَارِعَةُ : અર્થાત કયામત જેનાથી લોકોના દિલ કાંપી ઉઠશે, તેની મહાનતા અને ભયાનકતાના કારણે દિલ કાંપી ઉઠશે.

مَا الْقَارِعَةُ તે કયામત શું છે? જેનાથી લોકોના દિલ કાંપી ઉઠશે, તેની મહાનતા અને ભયાનકતાના કારણે દિલ કાંપી ઉઠશે.

وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ

અને તમે નથી જાણતા હે પયગંબર ! તે કયામત શું છે? જેનાથી લોકોના દિલ કાંપી ઉઠશે, તેની મહાનતા અને ભયાનકતાના કારણે

يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ તે દિવસે લોકોના દિલ ડરતા હશે, વિખરાયેલા પંતગિયાની જેમ થઇ જશે, વિવિધ જગ્યાઓ પર વિખેરાયેલા પડ્યા હશે

وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنْفُوشِ અને પીંજાયેલા રૂ ની જેમ થઇ જશે, તેનું હરકત કરવું અને ચાલવું ખૂબ જ હળવું થઇ જશે.

فَأَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِينُهُ તે લોકો, જેમની નેકીઓ બુરાઈ કરતા વધારે હશે.

فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ તો તે સુખી જીવનમાં હશે, જન્નતમાં દરેક વસ્તુ તેમને મળશે.

وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ અને જે લોકોની બુરાઈ તેમના નેક કાર્યો કરતા ઓછી હશે.

فَأُمُّهُ هَاوِيَةٌ કયામતના દિવસે તેમનું કાયમી ઠેકાણું જહન્નમ હશે.

وَمَا أَدْرَاكَ مَا هِيَهْ અને તમે નથી જાણતા હે પયગંબર ! કે તે શું છે?

نَارٌ حَامِيَةٌ તે એક ભળકે બળતી આગ છે

જ. સૂરે તકાષુર અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

أَلْهَاكُمُ التَّكَاثُرُ 1

વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે. حَتَّى زُرْتُمُ الْمَقَابِرَ 2

૨) એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા. كَلَّا سَوْفَ تَعْلَمُونَ 3

૩) કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો. ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ 4

૪) કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો. كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ 5

૫) કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા. لَتَرَوُنَّ الْجَحِيمَ 6

૬) યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો. ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ 7

૭) અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો. ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ﴾

૮) ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે. સૂરે તાકાષુર : ૧-૮

તફસીર, સમજુતી :

أَلْهَاكُمُ التَّكَاثُرُ હે લોકો ! તમારી વ્યવસ્તા તેમજ તમારો માલ અને તમારા સંતાન પર અલ્લાહની ઇતાઅત વિરૂદ્વ ઈતરાવ્વું.

حَتَّى زُرْتُمُ الْمَقَابِرَ અહી સુધી કે તમે મૃત્યુ પામો અને કબરોમાં દાખલ થઇ જાવ.

كَلَّا سَوْفَ تَعْلَمُونَ આ પ્રમાણે તમારે અલ્લાહનાં અનુસરણ વિરૂદ્વ ઈતરાવવું ન જોઈએ, નજીક માંજ તમને તેનું પરિણામ ખબર પડી જશે.

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ નજીક માંજ તેનું પરિણામ તમે જાણી લેશો.

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ જો તમે ખરેખર જાણી લેતા કે તમારે અલ્લાહ તરફ પાછા ફરવાનું છે અને તે તમારા અમલનો બદલો જરૂર આપશે તો ક્યારેય આ પ્રમાણે પોતાનો માલ અને પોતાના સંતાન પર ન ઇતરાવતા.

لَتَرَوُنَّ الْجَحِيمَ અલ્લાહની કસમ ! કયામતના દિવસે જરૂર તમે જહન્નમ જોશો.

ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ ફરી તમે જરૂર પોતાની નરી આખે જહન્નમ જોશો જેમાં કોઈ શંકા નથી.

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ﴾ અને પછી ત્યારે અલ્લાહ તઆલા જરૂર તમને તમને આપેલી નેઅમતો જેવી કે તંદુરસ્તી, માલદારી વગેરે વિશે સવાલ કરશે.

જ. સૂરે અસ્ર અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

وَالْعَصْرِ ૧) જમાનાની કસમ ! إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ 2

૨) ખરેખર માનવી નુકસાનમાં છે. إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ 3﴾

૩) સિવાય તે લોકોના, જેઓ ઇમાન લાવ્યા, અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજાને સબરની શિખામણ આપતા રહ્યા. સૂરે અસ્ર ૧-

તફસીર :

وَالْعَصْرِ અલ્લાહ તઆલા જમાનાની કસમ ખાઈ રહ્યો છે.

إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ અર્થાત દરેક માનવી નુકસાન અને નુક્સાનમાં છે.

إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ સિવાય જે લોકો ઈમાન લાવ્યા, નેક અમલ કર્યા, અને તેની સાથે સાથે સત્ય તરફ બોલાવતા રહ્યા અને સબર કરવા પર જોર આપતા રહ્યા, તો આ લોકો સફળ અને નુકસાનમાં નથી.

જ : સૂરે હુમઝહ અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

وَيْلٌ لِكُلِّ هُمَزَةٍ لُمَزَة1

૧) દરેક મેણા-ટોણા મારનાર તેમજ નિંદા કરનાર માટે વિનાશ છે. الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ 2

૨) જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું. يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ 3

૩) તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે. كَلَّا لَيُنْبَذَنَّ فِي الْحُطَمَةِ 4

૪) કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે. وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ 5

૫) અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે ? نَارُ اللَّهِ الْمُوقَدَةُ 6

૬) અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે. الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ 7

૭) જે હૃદયો પર ચઢતી જશે. إِنَّهَا عَلَيْهِمْ مُؤْصَدَةٌ 8

૮) તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે. فِي عَمَدٍ مُمَدَّدَةٍ 9

૯) મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે) સૂરે હુમઝહ : ૧-

તફસીર :

وَيْلٌ لِكُلِّ هُمَزَةٍ لُمَزَةٍ વિનાશ અને ખૂબ જ સખત અઝાબની ચેતવણી તે દરેક વ્યક્તિ માટે જે લોકોની ગીબત કરતો હોય અને લોકોને મહેણાં ટોણાં મારતો હોય.

الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ જે વ્યક્તિને રૂપિયા ભેગા કરવાની ચિંતા હોય તેને બીજી કોઈ ચિંતા નથી હોતી.

يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ તે અનુમાન કરે છે કે જે માલ તેણે ભેગો કરીને રાખ્યો છે તે તેને મૌતથી બચાવી લેશે, અને તે હંમેશા માટે દુનિયામાં બાકી રહી જશે.

كَلَّا لَيُنْبَذَنَّ فِي الْحُطَمَةِ આવું નથી જેવું કે આ જાહિલ લોકો અનુમાન લગાવી રહ્યા છે, તે લોકોને એવી જહન્નમની આગમાં નાખવામાં આવશે, જે તેની ભયાનકતાનાં કારણે જેને પણ તેમાં નાખવામાં આવશે તેને ભષ્મ કરી દેશે અને તોડી નાખશે.

وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ અને તમે નથી જાણતા હે પયગંબર ! કે તે આગ કેવી હશે, જે કંઈ તેમાં નાખવામાં આવશે તેની દશા શું થશે?

نَارُ اللَّهِ الْمُوقَدَةُ તે અલ્લાહની તૈયાર કરેલી આગ છે,

الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ જે લોકોના શરીર થી લઈ તેમના દિલ સુધી પહોચી જશે.

إِنَّهَا عَلَيْهِمْ مُؤْصَدَةٌ જેને અઝાબ આપવામાં આવશે તેમના માટે તે બંધ કરી દેવામાં આવશે.

فِي عَمَدٍ مُمَدَّدَةٍ લાંબા સમય સુધી, જેથી તે લોકો બહાર ન આવી શકે.

જ. સૂરે ફીલ અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ

૧) શું તમેજોયું નથી કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ ? أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ 2

૨) શું તેણે તેમની યુક્તિને નિષ્ફળ નહતી કરી ? وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ 3

૩) અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા. تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِنْ سِجِّيلٍ 4

૪) જે તેમના પર કાંકરીઓ જેવા પથ્થર ફેંકી રહ્યા હતા. فَجَعَلَهُمْ كَعَصْفٍ مَأْكُولٍ 5

૫) બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા. સૂરે ફીલ ૧-

તફસીર :

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ શું તમે જાણતા નથી હે પયગંબર ! તમારા પાલનહારે અબરહા બાદશાહની અને તેના લશ્કરની તેમજ હાથીઓ વાળાઓની શું દશા કરી? જ્યારે કે તેઓ કઅબાને નષ્ટ કરવાના ઈરાદા સાથે આવ્યા

أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ કઅબાને નષ્ટ કરવાની તેમની નાપાક યુક્તિને અલ્લાહ તઆલાએ બેકાર કરી દીધી અને તે લોકોની ઈચ્છા હતી કે લોકોનું ધ્યાન કઅબા તરફથી હટી જાય, પરતું તે લોકો આવું ન કરી શક્યા.

وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ તેમના પર અબાબિલનાં જૂથનાં જૂથ મોકલ્યા.

تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِنْ سِجِّيلٍ જેમની સાથે માટીથી બનેલી કાંકરા જેવા નાના નાના પથ્થર હતા, જે તેમના પર નાખતા હતા.

جَعَلَهُمْ كَعَصْفٍ مَأْكُولٍ અલ્લાહ તઆલાએ તેમને તે ઘાસ જેવા કરી દીધા, જેને ઢોર અને પાલતું જાનવર ખાતા હોય છે.

જ. સૂરે કુરેશ અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

﴿لِإِيلَافِ قُرَيْش1૧) કારણકે કુરૈશના લોકો આદી હતા. إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ 2

૨) (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા. فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ 3

૩) બસ ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ. الَّذِي أَطْعَمَهُمْ مِنْ جُوعٍ وَآمَنَهُمْ مِنْ خَوْفٍ 4﴾

૪) જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી. સૂરે કુરેશ : ૧-

તફસીર :

لِإِيلَافِ قُرَيْشٍ અર્થાત તેઓ ગરમી અને ઠંડીના મોસમમાં વેપાર માટે સફર કરવાના આદી બની ગયા છે.

إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ઠંડીના મોસમમાં યમન શહેર તરફ અને ગરમીના મૌસમમાં શામ શહેર તરફ.

فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ બસ ! તમે બૈતે હરામના એક અલ્લાહની ઈબાદત કરો, જે તમને સફરથી તમને ખુશ કરી દે છે, અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેરવો.

الَّذِي أَطْعَمَهُمْ مِنْ جُوعٍ وَآمَنَهُمْ مِنْ خَوْفٍ જેણે તમને ભૂખના સમયે ખવડાવ્યું અને ભયના સમયે શાંતિ ઉતારી, અરબના લોકોના દિલમાં બૈતે હરામની પ્રતિષ્ઠા અને ત્યાંના રહેવાસીઓની પ્રીતિષ્ઠતાના કારણે.

જ. સૂરે માઉન અને તેની તફસીર

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ 1

૧) શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે ? فَذَلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ 2

૨) તે તો છે, જે અનાથને ધક્કા મારે છે, وَلَا يَحُضُّ عَلَى طَعَامِ الْمِسْكِينِ 3

૩) અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો. فَوَيْلٌ لِلْمُصَلِّينَ 4

૪) પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે. الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ 5

૫) જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે. الَّذِينَ هُمْ يُرَاءُونَ 6

૬) જેઓ દેખાડો કરે છે, وَيَمْنَعُونَ الْمَاعُونَ 7﴾

૭) અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે. સૂરે માઉન ૧-

તફસીર :

أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ શું તમે જાણો છો તે વ્યક્તિને જે બદલાનો દિવસ એટલે કે કયામતને જુઠલાવે છે?

فَذَلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ : તે જ વ્યક્તિ, જે અનાથને તેની જરૂરતના સમયે સખ્તી સાથે આપે છે.

وَلَا يَحُضُّ عَلَى طَعَامِ الْمِسْكِينِ : અને તે પોતાને ખર્ચ કરવા બાબતે ઉભારતો નથી તેમજ લાચારોને ખાવાનું ખવડાવવા બાબતે પણ પ્રોત્સાહન નથી આપતો.

فَوَيْلٌ لِلْمُصَلِّينَ : તેના માટે વિનાશ છે અને એવા નમાઝીઓ માટે અઝાબ છે.

الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ : જેઓ પોતાની નમાઝને કોઈ પરવા નથી, તેઓને નમાઝના સમયનો ખ્યાલ નથી રહેતો અહી સુધી કે તે સમય પસાર થઇ જાય છે.

الَّذِينَ هُمْ يُرَاءُونَ : તમે તેમને જોશો કે તેમની નમાઝોમાં તેમજ અન્ય દરેક અમલમાં તેમાં અલ્લાહ માટે ઇખ્લાસ નજર નહી આવે.

وَيَمْنَعُونَ الْمَاعُونَ : બીજાને તે વસ્તુની મદદ કરવાથી રોકે છે, જે વસ્તુની મદદ કરવાથી કઈ નુકસાન નથી થતું.

જ. સૂરે કોષર અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

﴿إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ 1

૧) અમે તમને કૌષર આપ્યું છે. فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ 2

૨) બસ ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો. إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ 3﴾

૩) ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે. સૂરે કોષર : ૧-

તફસીર :

إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ : અમે તમને આપ્યું - હે પયગંબર ! ઘણી ભલાઈ અને તેમાંથી જન્નતમાં કોષર નામની નહેર.

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ : તો તમે આ નેઅમત પર અલ્લાહનો શુક્ર કરતા રહો, કે તમે ફક્ત તેના માટે નમાઝ પઢો અને કુરબાની કરો, તેની વિરૂદ્વ જેઓ મુશરીક લોકો પોતાના પૂજ્યોનાં નિકટતા માટે ઝબહ કરતા હોય છે.

إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ : તારાથી તે વ્યક્તિ નફરત કરે છે, જે વ્યક્તિ દરેક પ્રકારની ભલાઈથી વંચિત કરી દેવામાં આવ્યો છે, અને જ્યારે તેનું નામ લેવામાં આવે છે, તો તેને ખરાબ નામથી જ લોકો યાદ કરતા હોય છે.

જ: સૂરે કાફીરૂન અને તેની તફસીર

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

﴿قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ 1

૧) તમે કહી દો કે હે કાફિરો ! لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ 2

૨) જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો. وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ 3

૩) અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું. وَلَا أَنَا عَابِدٌ مَا عَبَدْتُمْ 4

૪) અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે. وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ 5

૫) અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું. لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ 6﴾

૬) તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે. સૂરે કાફીરૂન : ૧-

તફસીર :

قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ : કહો હે પયગંબર ! હે અલ્લાહ સાથે કુફ્ર કરવાવાળા !

لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ : હું અત્યાર અને ભવિષ્યમાં ક્યારેય તમારા પુજ્યોની ઈબાદત કરવાવાળો નથી.

وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ : અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો તેની જેની હું ઈબાદત કરું છું, અને તે એક અલ્લાહની.

وَلَا أَنَا عَابِدٌ مَا عَبَدْتُمْ અને હું તેની ઈબાદત કરવાવાળો છું તેની, જેની તમે ઈબાદત કરી રહ્યા છો.

وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ : અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો તેની જેની હું ઈબાદત કરું છું, અને તે એક અલ્લાહની.

لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ : તમારો તે દીન તમારા માટે, જેને તમે પોતે બનાવ્યો છે અને મારો તે દીન મારા માટે, જેને અલ્લાહ તઆલાએ સાચો બનાવી ઉતાર્યો છે.

જ : સૂરે નસ્ર અને તેની તફસીર

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

﴿إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ 1

૧) જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી ગયો. وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا 2

૨) અને તમે જોયું કે લોકોનાં જૂથના જૂથ અલ્લાહના દીનમાં દાખલ થઇ રહ્યા છે. فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ إِنَّهُ كَانَ تَوَّابًا 3﴾

૩) તમે પોતાના પાલનહારની પ્રશંસા “તસ્બીહ” સાથે કરો, અને તેનાથી માફી માંગતા રહો, નિ:શંક તે ખૂબ જ માફ કરવાવાળો છે. કરવાવાળો છે. સૂરે નસ્ર ૧-

તફસીર :

إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ : અને જ્યારે તમારા દીન માટે અલ્લાહની મદદ આવી ગઈ, હે પયગંબર ! અને તે નેઅમત પૂરી થઇ ગઈ, અને મક્કા વિજય થઇ ગયું.

وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا : અને ત્યારબાદ જૂથના જુથ ઇસ્લામનો સ્વીકાર કરવા લાગ્યા.

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ إِنَّهُ كَانَ تَوَّابًا : અને તમે જાણી લો કે પયગંબરીના જે મિશન સાથે તમને મોકલવામાં આવ્યા છે, તે પૂરું થવાની નજીક છે, માટે તમે પોતાના પાલનહારને તસ્બીહ કરતા રહો વિજય પર તેનો આભાર અને શુકર કરતા રહો, અને માફી માંગતા રહો, કારણકે તે પોતાના બંદાઓની તૌબા કબુલ કરવાવાળો છે, અને માફ કરવાવાળો છે.

જ : સૂરે મસદ અને તેની તફસીર

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

﴿تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ 1

૧) અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે) પણ બરબાદ થઇ જાય. مَا أَغْنَى عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ 2

૨) ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી. سَيَصْلَى نَارًا ذَاتَ لَهَبٍ 3

૩) તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે. وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ 4

૪) અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે, فِي جِيدِهَا حَبْلٌ مِنْ مَسَدٍ 5﴾

૫) તેના ગળામાં કાથીનું દોરડું હશે. સૂરે મસદ : ૧-

તફસીર ;

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ : આપ ﷺ ના કાકાનાં બન્ને હાથ તેમના કાર્યોના કારણે અલ્લાહએ નષ્ટ કર્યા, અબૂ લહબ બિન અબ્દુલ મુત્તલિબ, કારણકે તેઓ આપને તકલીફ આપી રહ્યા હતા, તેમનો પ્રયત્ન વ્યર્થ થઇ ગયો.

مَا أَغْنَى عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ :

તેના સંતાન અને તેનો માલ તેની કઈ મદદ ન કરી શક્યુ, તેના વડે પોતાનાથી અઝાબ દૂર ન કરી શક્યો અને ન તો અલ્લાહની રહમત લાવી ચુક્યા.

سَيَصْلَى نَارًا ذَاتَ لَهَبٍ : નજીક માં જ તે કયામતના દિવસે એવી આગમાં દાખલ થશે, જે ચિંગારી વાળી હશે, તેની સખતીની ઉપમા આપી છે.

وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ : અને તેની સાથે તેની પત્ની ઉમ્મે જમીલ પણ દાખલ થશે, જે આપ ﷺ નાં માર્ગ વચ્ચે કાંટા નાખી દેતી હતી.

فِي جِيدِهَا حَبْلٌ مِنْ مَسَدٍ : તેના ગળામાં ઠોસ પટ્ટો હશે, જે તેને આગ સુધી ખેચી લાવશે.

જ. સૂરે ઇખ્લાસ અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

﴿قُلْ هُوَ اللَّهُ أَحَدٌ 1

૧) તમે કહી દો કે અલ્લાહ એક જ છે. اللَّهُ الصَّمَدُ 2

૨) અલ્લાહ બેનિયાઝ છે. لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ 3

૩) ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન. وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ 4﴾

૪) અને તેના બરાબર કોઈ નથી. સૂરે ઇખ્લાસ : ૧-

તફસીર :

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ : કહો હે પયગંબર ! અલ્લાહ જ છે જે સાચો ઇલાહ છે, તેના સિવાય કોઈ ઇલાહ નથી.

للَّهُ الصَّمَدُ : અર્થાત સર્જનીઓને જે જરૂરત હોય છે, તે તેને નથી પડતી.

لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ : અને તેની કોઈ સંતાન છે અને ન તો તેનો કોઈ પિતા, તે પવિત્ર છે.

وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ : તેના સર્જનમાં તેના જેવો કોઈ જ નથી.

જ: સૂરે ફલક અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

﴿قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ 1

૧) તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું. مِنْ شَرِّ مَا خَلَقَ 2

૨) દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી. وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ 3

૩) અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય. وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ 4

૪) અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ). وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ 5﴾

૫) અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે. સૂરે ફલક : ૧-

તફસીર :

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ : કહો હે પયગંબર ! હું સવારના પાલનહારની પનાહમાં આવું છે અને હું તેના શરણમાં આવું છું.

مِنْ شَرِّ مَا خَلَقَ : સર્જનીઓ માંથી જે પણ તકલીફ પહોચાડે, તેના બુરાઈથી

وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ : અને જે કઈ જંગલી જાનવર અને ચોરોની તકલીફથી, હું તારા શરણમાં આવ છું, જે રાતમાં પહોંચે છે.

وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ : અને ગાંઠો બાંધી ફૂક મારનાર જાદુગરોની બુરાઈથી હું તારા શરણમાં આવું છું.

وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ : લોકો માંથી મારા પ્રત્યે નફરત કરનાર અંને હસદ કરનારની બુરાઈથી, જ્યારે તે લોકો મને અલ્લાહએ આપેલ નેઅમતોને જોઇને હસદ કરે, તે લોકો ઈચ્છતા હોય કે તે નેઅમત ખત્મ થઇ જાય, અને તેમનાથી મને તકલીફ પહોચે.

જ: સૂરે નાસ અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

﴿قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ 1

૧) તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું. مَلِكِ النَّاسِ 2

૨) જે લોકોનો બાદશાહ છે. إِلَهِ النَّاسِ 3

૩) જે લોકોનો મઅબૂદ છે. مِنْ شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ 4

૪) તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે. الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ 5

૫) જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે. مِنَ الْجِنَّةِ وَالنَّاسِ 6﴾

૬) (પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી. સૂરે નાસ : ૧-

તફસીર :

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ : કહો ! હે પયગંબર ! હું લોકોના પાલનહારનાં શરણમાં આવું છું, અને તેની પાસે જ પનાહ માગું છું.

مَلِكِ النَّاسِ : તે જેવી રીતે ઈચ્છે, વ્યવસ્થા કરે છે, તેના સિવાય બીજો કોઈ માલિક નથી.

إِلَهِ النَّاسِ : તે જ સાચો મઅબૂદ છે. તેના સિવાય કોઈ સાચો ઇલાહ નથી.

مِنْ شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ : શેતાનની બુરાઈથી, જે લોકોના દિલમાં વસ્વસો નાખતો હોય છે.

الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ : જે લોકોના દિલોમાં વસ્વસો નાખતો હોય છે.

مِنَ الْجِنَّةِ وَالنَّاسِ : અર્થાત વસ્વસો નાખનાર જિન્નાતો માંથી પણ હોઈ શકે છે અને માનવીઓ માંથી પણ.